ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ : ક્રિસમસ નિમિત્તે આત્મીય ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોનું હેરકટ અને ગૃમિંગ કરવામાં આવ્યું - latest news in Ahmedabad

By

Published : Dec 25, 2020, 2:19 PM IST

અમદાવાદ :નાતાલના તહેવાર નિમિત્તે આત્મીય ફાઉન્ડેશન, વોગો ઇવેન્ટ્સ અને બી એન્ડ બી સલૂનના સૌજન્યથી ઝૂંપડપટ્ટીના બાળકોને સલૂનમાં વાળ કાપી આપવામાં આવ્યા હતા. આ ચેરિટી ઇવેન્ટનું નામ ઉલ્લાસ ચેરિટી ઇવેન્ટ 2020 આપવામાં આવ્યું હતું. જેમાં ગરીબ ઘરના બાળકોને વાળ કાપી આપવામાં આવ્યા હતા. તેમજ તેમને સરસ રીતે તૈયાર કરીને બ્રેકફાસ્ટ આપીને ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. આત્મીય ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ બાળકોએ ક્યારેય આ પ્રકારના સલૂન જોયા નથી હોતા, ત્યારે તેમને અહીંયા લાવીને તૈયાર કર્યા અને તેમની સાથે નાતાલની ઉજવણી કરી તેનો ખૂબ જ આનંદ છે.

ABOUT THE AUTHOR

...view details