દેશમાં અનલોક-3 અંતર્ગત વડોદરામાં જીમ સંચાલકોએ તૈયારીઓ કરી શરૂ - જીમ સંચાલકોએ તૈયારીઓ કરી શરૂ
વડોદરા: સમગ્ર દેશમાં પાંચમી ઓગષ્ટથીથી અનલોક-3 અંતર્ગત જીમ અને યોગ સંસ્થાન ખોલવાની મંજૂરી અપાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય સોમવારે તેની માર્ગદર્શિકા જારી કરી હતી. જે મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો ,સગર્ભાઓ અને દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બંધ જગ્યામાં ચાલતા જીમ કે યોગ સંસ્થાનમાં જવાનું ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. આ સમગ્ર ગાઇડલાઇન સાથે શહેરના જીમ સંચાલકો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.