ભુજમાં ગટરનું સામ્રાજ્ય, લોકો થયા ત્રસ્ત - bhooj news
કચ્છ: શહેરના વોર્ડ નંબર-2 સંતોશી માતાના મંદિર ઘનશ્યામ નગર અને મેમણ ફળિયા સહિત સીતારા ચોક જેવા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી રસ્તા પર ગટરના પાણી વહી રહ્યા છે. ગટર લાઈન બેસી જવાથી આ સમસ્યા ઊભી થઈ છે, પરંતુ પાલિકામાં રજૂઆત કરવા છતાં બે દિવસથી કામ શરૂ થયું છે. જો કે, સમસ્યા હજુ પણ ઠેરની ઠેર છે અને રસ્તા પર ચોતરફ ગટરના જ પાણી વહી રહ્યા છે. લોકો નગર સેવક અને પાલિકા પાસે સમસ્યાનો છુટકારો ઈચ્છી રહ્યા છે. પાલિકામાં ભાજપના શાસનમાં આંતરિક જૂથબંધી વધી ગઈ છે કે, વિકાસ કામ તો ઠીક પણ જરૂરી કામ અને કાર્યવાહીને પણ મોટો ફટકો પડી રહ્યો છે. જેને પગલે અનેક સમસ્યાઓ વિકરાળ બની રહી છે.