ગુરુપૂર્ણિમા: "ગુરુ વગર જ્ઞાન નહીં ને ગુરુ વગર ઉધ્ધાર નહી" - PML
પંચમહાલઃ ગોધરા શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવની કિનારે આવેલું લાલબાગ ટેકરી મંદિર 17 જેટલા દેવી દેવતા બિરાજમાન છે. તેવું એક માત્ર પંચમહાલ જિલ્લાનું મંદિર છે. આ મંદિરના મહંત તરીકે દિલીપદાસજી મહારાજ વર્ષોથી સેવા આપે છે અને પોતે કથાકાર પણ છે. ત્યારે ગુરુપુર્ણિમાંનો મહીંમાં જણાવતા મહંત દિલીપ દાસની મહારાજ જણાવે છે કે, ગુરુ માટે શિષ્યે પોતાનું બલિદાન આપવું જોઈએ અને જન્મ આપનાર માતા-પિતા પણ ગુરુ છે એટલે માતા-પિતાને પણ ગુરુ બનાવવા જોઈએ "ગુરુ વગર જ્ઞાન નહી ને ગુરુ વગર ઉધ્ધાર નહી" પોતાના માતા પિતાની પૂજા કરવી જોઈએ અને ગુરુની પાદુકાની પૂજા કરવી જોઈએ ગુરુ સાચો માર્ગ ચીંધે છે.