ગુરુપૂર્ણિમાઃ ગોંડલમાં રામજીમંદિરના મહારાજનો ગુરુ સંદેશ, જુઓ વીડિયો... - ગોંડલ રામજીમંદિર
રાજકોટ: ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુદેવ પૂજનનું અનેરું મહત્વ છે, ત્યારે ગોંડલ રામજી મંદિર ખાતે દર વર્ષે ગુરુપૂર્ણિમાના પર્વ ધામધૂમથી ઉજવાય છે. જો કે, આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને કારણે સાદાઈથી ઉજવાશે. પૂ.હરિચારણદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા ભક્તો દૂર દૂરથી અહીં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુદેવના આશીર્વાદ મેળવવા ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ચેતેશ્વર પુજારા પણ પૂ.હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.