ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કર્યા મા અંબાના દર્શન - પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી
બનાસકાંઠા: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવ્યા હતા. તેમણે અંબાજીની મુલાકાત દરમિયાન સૌ પ્રથમ નિજ મંદિરમાં માં અંબાના દર્શને કર્યા હતા. જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચના સહિત કપૂર આરતી પણ કરી હતી. તેમની સાથે ભાજપાના પ્રદેશ સંગઠન પ્રધાન ભીખુભાઇ દલસાણીયા, સાંસદ પરબતભાઇ પટેલ ,અગ્રણી નેતા કેસી પટેલ ,પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી સહિત અનેક નેતાઓ સી.આર પાટીલની અંબાજીની દર્શનયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત સી.આર પાટીલે માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. આ સાથે તેમણે ગુજરાત તેમજ દેશ વાસીઓની સુખાકારી માટે માતાજી ને પ્રાર્થના પણ કરી હતી.