ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક કેવડીયા ટેન્ટસીટી ખાતે યોજાશે - Narmad News
નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતી તૈયાર કરવા તેમજ પક્ષના સંઘઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક કેવડિયા કોલોની ટેન્ટસિટી ખાતે યોજાનારી છે. તેનું 1 સપ્ટેમ્બરથી સાંજે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે અને 2 સપ્ટેમ્બરના રોજ બેઠક મળશે, ત્યારે કોવિડ -19 ની ગાઈડ લાઈન મુજબ આ કારોબારી મિટિંગમાં ખૂબ ઓછા મર્યાદિત નેતાઓ, તેમજ પક્ષના હોદ્દેદારો હાજર રહેનારા છે. જેને લઈને ટેન્ટસીટી 2માં અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે પ્રદેશ સંઘઠન મહાપ્રધાન રત્નાકર સહિત ભાજપના નેતાઓએ ટેન્ટસિટીની મુલાકાત કરી હતી.
Last Updated : Aug 27, 2021, 3:21 PM IST