150મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાત NCC દ્વારા સાયકલ યાત્રા અભિયાન યોજાયું
વડોદરાઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે કર્મભૂમિથી જનભૂમિ શીર્ષક હેઠળ ગુજરાત NCC દ્વારા સાયકલ યાત્રા અભિયાન શરૂ કરાયું હતું.જે દાંડીથી પોરબંદર સુધી 800 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. 800 કિલોમીટરનું અંતર રોજના 11 કલાક સાયકલ ચલાવીને 75-80 કિલોમીટર કાપીને પોરબંદર પહોંચશે. શનિવારના રોજ આ રેલી વડોદરા NCCના મુખ્યાલય ખાતે આવી પહોંચી હતી. કર્નલ રાહુલ શ્રીવાસ્તવ અને કર્નલ નવીન કુમાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગાંધીજીનાં 11 વ્રતોનો અગ્યાિર કેડેટ્સ પ્રચાર કરશે. જે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, બોલવામાં સંયમ, ચોરી ન કરવી , નિર્ભયતા, અસ્પૃશ્યતા દૂર કરવા, બાળમજૂરી દૂર કરવી, ધર્મની સમાનતા અને સ્વદેશીકરણ અંગે લોકોમાં જાગરુતા લાવવા માટે પ્રયાસ કરે છે.