એટ્રૉસિટી એક્ટ: જામીનપાત્ર ગુનામાં ફરિયાદીને સાંભળ્યા વગર આરોપીને જામીન આપી શકાય: હાઈકોર્ટ
અમદાવાદ: એટ્રૉસિટી એક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, જામીનપાત્ર ગુનામાં ફરિયાદીને સાંભળ્યા વગર આરોપીને સીધા જામીન આપી શકાશે. ત્રણ વર્ષથી ઓછી સજામાં ફરિયાદીને સંભળ્યા વગર જામીન આપી શકશે, તેવો ચૂકાદો આપ્યો છે. એટ્રૉસીટી એક્ટમાં ફરિયાદીને સાંભળ્યા પહેલાં જામીન આપી શકાય નહીં એવો સુધારો કરાયો હતો. જો કે, ગુજરાત હાઇકોર્ટે બુધવારે આપેલા ચૂકાદામાં નોંધ્યું છે કે, કાયદો બંધારણને શુસંગત છે. પરંતુ અનુસૂચિત અને આદિજાતિને લગતા જે કેસમાં ગુના જામીનલાયક હોય તેવા કિસ્સામાં ફરિયાદીને સાંભળવાની જરૂર નથી. બિન જામીનપાત્ર ગુનામાં ફરિયાદીને સાંભળ્યા બાદ જ નિણર્ય લેવામાં આવે છે. એટ્રૉસિટીની ખોટી ફરિયાદોમાં આ ચૂકાદો લોકોને મદદરૂપ લેન્ડમાર્કરૂપ સાબિત થશે.