Gujarat Gram Panchayat election Result 2021: પાટણના 9 તાલુકા મથકો પર શાંતિમય રીતે મતગણતરીનો પ્રારંભ
પાટણ (Gram Panchayat elections of patan) જિલ્લામાં સરપંચ (Gujarat Gram Panchayat election Result 2021) માટેની 152 બેઠકો અને વોર્ડની 422 બેઠકો માટેનું મતદાન રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું, અને જિલ્લામાં કુલ 81.90 ટકા મતદાન થવા પામ્યું હતું, મંગળવારે જિલ્લાના 9 તાલુકા મથક ઉપર મતગણતરી શરૂ(Counting of votes) થઈ છે. મતગણતરી માટે કુલ 562 કર્મચારીઓની ફરજ બજાવી રહ્યા છે. સૌપ્રથમ સરપંચના બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી ત્યારબાદ વોર્ડના સભ્યોની ગણતરી કરાશે.