ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat Gram Panchayat election Result 2021:અરવલ્લી જિલ્લાના તમામ કેંદ્રો પર મતગણતરી શરૂ - Aravalli Police System

By

Published : Dec 21, 2021, 1:03 PM IST

અરવલ્લી (Gujarat Gram Panchayat election Result 2021) જિલ્લામાં સરપંચ પદ અને સભ્યપદ મેળવવા જંગે ચઢેલા ઉમેદવારોનો ફેંસલો આજે મંગળવારે મતપેટીઓ કરશે. જિલ્લાના મોડાસા , મેઘરજ , માલપુર , ધનસુરા , બાયડ અને ભિલોડા તાલુકા મથકોએ મતગણતરી શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ સભ્યપદ માટે મતગણતરી થશે, ત્યારબાદ સરપંચ પદની મતગણતરી થશે. જેમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીના કારણે પરિણામોમાં વિલંબ થવાની સંભાવના છે. આશરે બપોરના 1 વાગ્યાની આસપાસ પરીણામો જાહેર થવાની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારો અને સમર્થકોના ટોળેટોળા મતગણતરી સ્થળ પર પહોંચ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અરવલ્લી પોલિસ તંત્ર (Aravalli Police System) ખડેપગે છે.

ABOUT THE AUTHOR

...view details