નવરાત્રી અંગેના નિર્ણયથી નિરાશા, ખફા થયા ખેલૈયાઓ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન મુદ્દે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં લાંબી ચર્ચા-વિચારણાઓ પછી નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણના ભોગે આ વેકેશન રદ્દ કરાયુ છે. બે દિવસ પૂર્વે નવરાત્રી વેકેશનની શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી પણ બે દિવસ પહેલાનો નિર્ણય બદલાય જતાં આ નિર્ણયથી ખૈલેયાઓ નિરાશ થયા છે. ખફા થયેલા ખેલૈયાઓ અને કલાકારોએ ETV Bharat સાથેની વાતચિતમાં સરકારના આ નિર્ણય સામે બળાપો વ્યક્ત કર્યો હતો.