ગુજરાતનો સ્થાપના દિનઃ સુરતમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ગુજરાતના નકશાની માનવ પ્રતિકૃતિ રચી - Surat
સુરત: ‘1લી મે-ગુજરાત સ્થાપના દિન” નિમિત્તે વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં એકઠા થઇ ગુજરાતના નકશાની માનવ પ્રતિકૃતિની રચના કરી હતી. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરતાં વિવિધ ધર્મના પહેરવેશ પહેરી રાજ્યના વિકાસમાં નામા અનામીઓના યોગદાન પ્રતિ આદર વ્યક્ત કર્યો હતો. 1લી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. ઈ.સ. 1960માં 1લી મેના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા પાડી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયો અસ્તિત્વમાં આવ્યા હતાં. જેને આપણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરીએ છીએ.