DGP બન્યા બાદ આશિષ ભાટિયા પ્રથમ વખત માં અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા - આશીષ ભાટીયા અંબાજી મંદિરની મુલાકાત
અંબાજીઃ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક બન્યા બાદ સૌપ્રથમ વખત આશિષ ભાટિયા માં અંબાના દર્શને અંબાજી પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટના બ્રહ્મણોએ મંત્રોચારથી તેમનું સ્વાગત કર્યું હતું, પોતાના ધર્મપત્ની સાથે અંબાજી પહોંચેલા ડીજીપી આશીષ ભાટિયા અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજાઅર્ચના સહીત કપૂર આરતી કરી હતી. અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતે બનાસકાંઠા જિલ્લાની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સાથે ક્રાઇમની પરીસ્થિતીનું પણ નિરક્ષણ કરશે. સાથે જ તેમણે કહ્યું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે વર્તી રહ્યું છે. નિયમો અનુસાર પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે તે જાણી આનંદની લાગણી અનુભવી હતી. ડીજીપીની અંબાજી મુલાકાત દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, ડીવાયએસપી આર.કે પટેલ સહીત સ્થાનિક પીઆઈ જીગ્નેશ આચાર્ય તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.