કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પીડિત પરિવારની લીધી મુલાકત - ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
અરવલ્લીઃ જિલ્લાના સાયરા ગામમાં 5 જાન્યુઆરીએ મળી આવેલા મૃત યુવતીના બેસણા પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પછી અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે અને આ પ્રકરણમાં આરોપીઓને યન પ્રકારે બચાવવાની કોશિશ પોલીસ કરી રહી છે.