લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહ્યું છે મતદાન - વિધાનસભાની પેટા ચૂંટણી
સુરેન્દ્રનગર: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાના ફૂલ 420 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ સહિત કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફૂલ ૨,૭૧,૬૪૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાી રહ્યું છે. .લીંબડી પેટા ચૂંટણી માટે ૫-ડીવાયએસપી, ૧૫-પી.આઈ, ૪૫-પીએસઆઈ, ૧૯૩૪ પોલીસ જવાનો સહિત અંદાજે 2000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા છે.