વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, જુઓ લીંબડી બેઠકનો માહોલ... - પેટા ચૂંટણીનું પરિણામ
સુરેન્દ્રનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણી માટેની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના પગલે ચોક્કસ ગાઇડલાઇન્સ અને નિયમોના પાલન સાથે હાથ ધરાયેલી મતગણતરી 2:00 વાગ્યા સુધી ચાલુ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અને સુચારું રીતે મત ગણતરી ચાલી રહી છે.