જનતા કરફ્યૂ: 'કોરોના કમાન્ડોઝ'નું ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સહપરિવાર કર્યું અભિવાદન - ભાજપ પ્રદેશ પ્રમુખ
અમદાવાદઃ નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેમના સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સેવા પરાયણતાને તાળી પાડી, થાળી વગાડી અને ઘંટડી વગાડીને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અભિવાદન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જોડાયા હતા.