વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થતાં ગુજરાત ભાજપ શોકમાં, જુઓ નેતાઓની પ્રતિક્રિયા - ગાંધીનગર
ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતોના નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ સોમવારે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. જેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ મંત્રીમંડળમાં શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેના પુત્ર અને કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા સાથે ફોન પર વાત કરીને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.