મોરબીમાં નાના રોકાણકારોની જાગૃતિ માટે સેમિનાર યોજાયો - Morbi Security Board
મોરબીઃ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) મુંબઈ અને રાજકોટના જિલ્લા ગ્રાહકોને મંડળના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે નાના રોકાણકારોની જાગૃતિ અર્થે ગ્રીવન્સ કેપીટલ માર્કેટ એન્ડ રોલ ઓફ સેબી રજીસ્ટર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન વિષય પર મોરબીમાં માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે સેમિનારમાં રાજકોટના BSC લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ કાર્તિકભાઈ બાવીસી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નાના રોકાણકારોને સતત વિવિધ પ્રશ્નોના સમાધાન કર્યા હતા. તેમજ રોકાણકારોને કઈ કઈ બાબતોની કાળજી રાખવી સહિતનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને પૂર્વ સાંસદ વાવણી તેમજ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.