સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે અતિથિગૃહ ખોલવામાં આવ્યા
ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરને પણ કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉન ગંભીર અસર થઇ છે. ત્રણ માસ સુધી સોમનાથની અંદર આવતા યાત્રિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવાયેલા અતિથિગૃહ બંધ રાખવામાં આવ્યા હતા. જે હવે સરકારે આપેલી છૂટછાટને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવ્યાં છે. ટ્રસ્ટે અત્યારે 2 મુખ્ય અતિથિગૃહ સાગર દર્શન ભવન તેમજ મહેશ્વરી અતિથિગૃહ ખોલ્યાં છે. આ બન્ને અતિથિગૃહની ક્ષમતાના માત્ર 30 ટકા રૂમનો ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત રૂમમાંથી ચેક આઉટ થયા બાદ PPE કીટ પહેરાલા વ્યક્તિ દ્વારા રૂમને સેનિટાઈઝ કરવામાં આવશે.