સીંગતેલના ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો - સીંગતેલની કિંમતમાં વધારો
રાજકોટઃ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું ફરી એક વખત બજેટ ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ગત 3 દિવસમાં સીંગતેલમાં રૂપિયા 75 સુધીનો વધારો નોંધાયો છે. જેને લઈને હાલ સીંગતેલનો ડબ્બો રૂપિયા 2 હજારની સપાટીએ પહોંચ્યો છે. ભાવ વધારા અંગે વેપારીઓનું માનવું છે કે, હજૂ પણ આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે. ભાવ વધારાને લઈને ચર્ચાઈ રહ્યું છે કે, બજારમાં સીંગતેલની સતત માગની સામે પુરવઠો ઘટી રહ્યો છે. જેને લઈને ભાવમાં એકતરફી વધારો જોવા મળી રહ્યો છે.