ભરૂચમાં કોરોનાની સ્થિતિ અંગેનો ગ્રાઉન્ડ રીપોર્ટ - ઓદ્યોગિક નગર ભરૂચ
ભરૂચ : ઓદ્યોગિક નગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ આંશિક ઘટ્યું છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 37 પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી 3 દર્દીઓના મોત નીપજ્યા છે. તેમજ 28 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. તો 6 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. લોકડાઉનના ચોથા તબક્કામાં ભરૂચ જિલ્લામાંથી કુલ 27 ટ્રેન મારફતે 45 હજાર જેટલા પરપ્રાંતિયોને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. તેમજ વહીવટી તંત્ર અને રેલ્વે વિભાગના પ્રયાસોથી સ્પેશ્યિલ ટ્રેન ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ રવાના કરવામાં આવી હતી.