અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા શટડાઉનની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ - અરવલ્લીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના કુલ 77 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 53 અને મોડાસા નગરમાં 24 કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લો હાલ રેડઝોનમાં છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી મળી આવેલા કોરોના પોઝિટિવ ગામ અને વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આરોગ્યની 312 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં 19,176 ઘરને 96,191 લોકોને હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં હજૂ 24 લોકોના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેને લઇને 2,692 ઘરને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.