લોકડાઉન-4: ખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ
ખેડા : જિલ્લામાં પ્રથમ લોકડાઉનમાં એક પણ કેસ નોંધાવા પામ્યો ન હતો. જ્યારે લોકડાઉન 2,3 અને 4 ના સમયગાળા દરમિયાન કેસો સામે આવવા પામ્યા હતા. જેમાં અત્યાર સુધી જિલ્લામાં કુલ 64 જેટલા કેસો જિલ્લામાં નોંધાયા છે. હાલ 13 જેટલા દર્દીઓ નડિયાદ ખાતેની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જ્યારે 47 જેટલા દર્દીઓને અત્યાર સુધી રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં 4 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ ખેડા જિલ્લામાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. લોકડાઉન 4 પૂર્ણ થતા આપવામાં આવનારી ધાર્મિક સ્થળોમાં દર્શન માટેની છૂટને લઈ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.