અરવલ્લીમાં 'મહા' વાવાઝોડાની અસર, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા - Impact of 'Maha' hurricane in Aravalli
અરવલ્લીઃ હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લીના મોડાસામાં તેમજ અન્ય તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વાદળછાયા વાતારણ બાદ બપોર બાદ વરસાદ પડ્યો હતો. 'મહા' વાવાઝોડાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદી પ્રસિધ્ધ કરી ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલા લેવા તથા તકેદારી પગલા લેવા ભલામણ કરી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારી અંગે પગલાં લેવા તેમજ હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો હતો.