ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે BJPનો વિજયોત્સવ, Patil એ કર્યું સંબોધન - કમલમ
ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીના પરિણામો આજે આવી ગયાં છે. આ ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ 44માંથી 41 બેઠક ભાજપે આંચકી છે જ્યારે કોંગ્રેસને 2 અને આપને 1 બેઠક મળી છે.ગાંધીનગર કોર્પોરેશન પર આ સાથે પૂર્ણ બહુમતી સાથે પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાતાં પક્ષમાં અનોખી ખુશીની લાગણી ફરી વળી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ અગ્રણીઓ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ સહિત ઉત્સાહભેર ઉજવણીનો માહોલ વ્યાપી ગયો હતો. જૂઓ વીડિયો...