ખોડિયાર જ્યંતિ નિમિતે ખોડલધામમાં ભવ્ય અન્નકોટ દર્શન, જુઓ વીડિયો - અન્નકોટ દર્શન
રાજકોટઃ જિલ્લાના કાગવડ ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર જ્યંતિ નિમિતે સવારે 8થી 11 નવચંડી યજ્ઞ ત્યારબાદ બપોરે અન્નકોટ દર્શન સાથે ધ્વજારોહણ અને માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં 56 ભોગ અન્નકોટ ધરવામાં આવ્યો હતો. આજ સવારથી જ બહોળી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ખોડિયાર માતાજીને આજે દ્રાયફ્રુટનો હાર પહેરાવવામાં આવ્યો છે. 9 કિલો ડ્રાયફ્રુટ કાજુ, બદામ, કિસમિસ, એલચી, અંજીરથી હાર બનાવવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટનો હાર બનાવવામાં 15 જેટલી ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા 2 દિવસથી સતત હાર બનાવતા હતાં આ તકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળો ઉપસ્થિતિ રહ્યાં હતાં.