ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gram Panchayat Election In Chhotaudepur: બિન હરીફ થયેલ જબુગામ ગ્રામ પંચાયત ઉપર યોજાશે ચૂંટણી - Chhotaudepur elections

By

Published : Dec 18, 2021, 9:53 AM IST

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાની જબુગામ ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં (Gram Panchayat Election 2021) સરપંચ પદ માટે (Gram Panchayat Election in jabugam) બારીયા સેજલ હરેશ અને બારીયા શીતલ દિલીપે ઉમેદવારી પત્રો ભર્યા હતાં, પરંતુ સેજલ બારીયાનું મતદાર યાદીમાં નામ નહીં હોવાના કારણે ચૂંટણી અધિકારીએ સેજલબેન બારીયાનુ ફોર્મ રદ કરતાં જબુગામ ગ્રામ પંચાયતમાં બે પૈકી એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી ગ્રામ પંચાયત (Jabugam Gram Panchayat) બિન હરીફ થઈ હતી. સેજલ બારીયાએ આ અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં ગુજરાત હાઈ કોર્ટ સેજલ બારીયા ઉમેદવારી કરી શકે તેવો હાઈકોર્ટનાં નિર્ણયની કોપી બોડેલી ચૂંટણી અધિકારી મામલતદારને આપતાં હવે બિન હરીફ થયેલ જબુગામ ગ્રામ પંચાયતની 19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાય તેવી શક્યતા જણાય રહી છે.

ABOUT THE AUTHOR

...view details