રાજકોટનાં વિરપુરમાં મતદાન દરમિયાન મતદાર અને પોલીસ વચ્ચે થઇ મારામારી, વિડીયો થયો વાઇરલ - ગ્રામ પંચાયત ચૂંટણી 2021
રાજકોટ: રાજકોટ જિલ્લાનાં વિરપુર ખાતે આજે સવારે મતદાન સમયે પોલિસ અને એક મતદાર વચ્ચે મારામારી થઇ હતી. ધટાનાનો બનાવ એવો હતો કે, મતદારને મોબાઈલ સાથે મતદાન મથકની અંદર પ્રવેશ ન કરવા દેતા બન્ને વચ્ચે ગાળાગાળી થઇ હતી અને મતદારને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મતદાન મથક બહાર ઝપાઝપીનો વિડ્યો આવ્યો સામે જેમાં મતદારને માર મારવામાં આવી રહ્યો છે, એવું પણ લાગી રહ્યું છે કે પોલીસ દાદાગીરી પર ઉતરી આવી છે. પોલીસે જબદરસ્તીથી મતદારને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો હતો.