Gram Panchayat Election 2021: ભુજના સુમરાસરમાં 102 વર્ષના દાદીમાએ કર્યું મતદાન - ચુંટણીના મતદાન અંગે અનેરો ઉત્સાહ
સમગ્ર રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન (Gram Panchayat Election 2021) થઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને (Gram Panchayat Election in kutch) લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 482 ગામોની ગ્રામ પંચાયતોમાંથી 121 જેટલી ગામની ગ્રામ પંચાયતો બિનહરીફ અને સમરસ જાહેર થતા 361 જેટલી ગ્રામ પંચાયતો માટે જિલ્લાના 900 મતદાન મથકોએ મતદાન થઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં 6,69,325 જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી રહ્યા છે. ત્યારે ભુજ તાલુકાના સુમરાસર ગામ ખાતે 102 વર્ષીય દાદીમાએ (102 year old woman casts her vote) પોતાનો કિંમતી મત આપીને લોકશાહી પર્વની ઉજવણી કરી. દાદીમાંએ આટલી ઉંમરે પણ મતદાન કરીને લોકશાહીના ઉત્સવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 102 વર્ષના લખીબેન ચાડ નામના દાદીમાએ વોટિંગ બુથ પર જઈને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો,ત્યારે ચોક્કસથી કઈ શકાય કે કચ્છ જિલ્લાના ગામડાઓમાં ચુંટણીના મતદાન અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.