ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દ્વારકાધીશના કર્યા દર્શન - governor of gujarat acharya devvrat
દેવભૂમિ દ્વારકા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે પરિવાર સાથે દ્વારકા તેમજ ખોખાણી મુલાકાતે આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્ર મીણા તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું. દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા રાજ્યપાલને લાલ જાજમ પાથરીને આવકાર્યા હતા. રાજ્યપાલે પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અને ત્યારબાદ તેઓ ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશને પણ મુલાકાત લીધી હતી. દ્વારકાની મુલાકાત બાદ તેઓ સોમનાથની મુલાકાતે જવા માટે નીકળ્યા હતા.