ધ્વજ દિવસ નિમિત્તે શહીદોને મદદ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેની અપીલ - ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
જામનગર: દેશભરમાં 7 ડિસેમ્બર ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી હતી કે, ભારતની ત્રણેય સેના રાતદિવસ સરહદ પર તૈનાત હોય છે અને દુશ્મનોને હંમેશા મુહતોડ જવાબ આપે છે. અનેક વીર સપૂતો સરહદ પર શહીદ પણ થયા છે અને હજારો સૈનિકો અપંગ પણ થયા છે, ત્યારે આ શહીદોની મદદ કરવા માટે લોકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આહવાન કર્યું છે.