રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ નિલકંઠ ધામના કાર્યક્રમમાં હાજરી આપી - પ્રાકૃતિક ખેતી
નર્મદાઃ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરવા, ગૌ રક્ષા કરવા એક વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ પોઇચા સ્વામિનારાયણ નિલકંઠ ધામ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાષ્ટ્રીય કિસાન સંઘ અને રાજ્યભરના પ્રાકૃતિક સજીવ ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સૌ ખેડૂતો પ્રાકૃતિક સજીવ ખેતી તરફ વળવા કહી અને જેના માટે નવા પ્રોજેક્ટો બનાવવાની વાત કરી. સંત સંમેલન બોલાવો જેમાં હું ઉપસ્થિત રહીશની વાત સાથે ઘર-ઘર...ગાય... યોજનામાં 1,00,500 ગાયો નું દાન આપ્યું છે. ચારા માટે મહિને 900 રૂપિયા આપવાની અને હજુ ખેડુત 2.5 લાખ ખેડૂતોને ગાયો આપવાનો લક્ષ્યાંક છે. તેઓ તમામ પ્રાકૃતિક ખેતી કરે એવા પ્રયત્નો કરવાના છે. જેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પહેલા કોઈ પણ જગ્યાએથી પાણી પી લેતા હતા. હવે પાણી પણ પીવા માટે વિચાર કરવો પડે છે અને એ હાલત આપે જ બગાડી છે. પાણીમાં ઝેર નાખી દીધું ફળોમાં ઝેર નાખી દીધું અને જેને કારણે જ હાલ સ્વાઇનફલુ બર્ડફલુ કોરોના જેવી બીમારીઓને આપણે જ લાવ્યા છીએ. જેને કારણે હવે દુનિયા બચવાની નથી હવે એને બચાવવાનું કામ આપણે જ કરવાનું છે.