ETV ઈમ્પેક્ટ: હાથીજણના ગ્રામજનોને ચોખ્ખા પાણીના ટેન્કર મોકલવામાં આવ્યા - Ahmedabad
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં લોકો જ્યારે પાણી માટે વલખા મારી રહ્યાં છે, ત્યારે હાથીજણ ગામમાં ETV ભારતની એક્સક્લુઝિવ સ્પેશિયલ સ્ટોરીની અસરથી હાથીજણ ગામમાં પ્રજાજનોને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. આ ગામમાં જ્યારે પાણીના ટેન્કર આવે છે, ત્યારે ગ્રામજનો ડોલ અને કેરબા લઈને પાણી માટે દોડધામ કરતા નજરે પડે છે.