યાત્રાધામ ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી - મંદિરની ગાયોને નગરના માર્ગો પર ફેરવી
ડાકોરઃ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની શ્રદ્ધાપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાયોની પૂજા કરી મંદિરની ગાયોને નગરના માર્ગો પર ફેરવી મંદિરની પ્રદક્ષીણા કરાવવામાં આવી હતી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે.