કચ્છમાં સારા વરસાદના એેંધાણ, દેખાયું બ્રહ્મ ધનુષ
કચ્છ: જિલ્લામાં શનિવારે અનેક સ્થળોએ સુર્યની આસપાસ બ્રહ્મ ધનુષ જોવા મળતા લોકોએ કુતુહલ સાથે આ અલૌકિક નજારો માણ્યો હતો. સામાન્ય રીતે બ્રહ્મ ધનુષ વરસાદ સમયે જોવા મળે છે, પરંતુ જ્યારે સેલો સ્ટેટસ વાદળો બંધાય છે અને તેમાંથી સુર્યના કિરણો આરપાર નિકળે છે, ત્યારે આ બ્રહ્મ ઘનુષ રચાય છે. આ ઘનુષ નિકળવાથી સારો વરસાદ થવાની માન્યતા છે. આ અંગે કચ્છ એમ્ચ્યોર એસ્ટ્રોનોમી કલબના પ્રમુખ નરેન્દ્ર ગોરે ETV BHARATને જણાવ્યું હતું કે, શનિવારે કચ્છમાં અનેક જગ્યાએ સુર્ય આસપાસ અર્ધ વર્તુળ ગાંઠ જોવા મળી રહ્યો છે. લોકો માટે કૌતુક અને કુતુહલ સમાન આ ઘટના ગ્રામીણ વિસ્તારોમાં વાળો અને ખગોળ ભાષામાં તેને સન હાલો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટથી પાંચ હજારથી 13 હજાર કિ.મી પર વાદળો બંધાય છે અને તેમાંથી સુર્યપ્રકાસ પસાર થાય ત્યારે આવું વર્તુળ સુર્ય આસપાસ રચાય છે.