રાજકોટઃ ગોંડલનો વેરી તળાવ ડેમ ઓવરફ્લો થતા હાઈ એલર્ટ, પોલીસ તૈનાત કરાઈ - Dam overflow of Lake Veri
રાજકોટ: ગોંડલમાં વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગોંડલના વેરી તળાવ ડેમના દરવાજા ઉપરથી ચાર ફૂટ પાણી વહી રહ્યું છે. ત્યારે વેરી તળાવ ડેમ ઓવરફ્લો થતાં વેરી તળાવ પાસે ગોંડલી નદીના પુલ પર પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. વેરી તળાવ ડેમ પર કોઈ પણ પ્રવાસીઓને જવા દેવામાં આવતા નથી. આ ઉપરાંત પાટિયાળી પાસે આવેલા મોતીસર ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા તેમજ ભાદર ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.