કોરોના ઇફેક્ટ: ગોલ્ડ ડીલર એસોસિયેશનનો મહત્વનો નિર્ણય, ગોંડલ સોની બજાર 7 દિવસ માટે બંધ - lockdown in Gondal Sony Market
રાજકોટ: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજકોટ જિલ્લાના ગોંડલના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગત ઘણા દિવસોથી કોરોનાના રોજ 30થી 35 કેસ પોઝિટિવ આવી રહ્યા છે. ગોંડલ શહેરના 70 જેટલા સોની પરિવારના લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, ત્યારે ગોંડલ શહેરમાં ગોલ્ડ ડીલર એસોસિયેશન અને સોની સમાજ દ્વારા વેપારીઓએ સોમવારથી 20 સપ્ટેમ્બર સુધી એટલે કે 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે.