ગોંડલના સાંઢિયા પુલ પાસે ટ્રેન અડફેટે ગાય અને ધણખુટના મોત - ગોંડલ ન્યૂઝ
રાજકોટ : ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સાંજના સુમારે ટ્રેન અડફેટે ગાય અને ધણખુટ આવી ચડતા ટ્રેનનાં મુસાફરો અને લોકોએ 1 કલાકના રેસ્ક્યુ ઓપરેશન કરી ગાય અને ધણખુટના મૃતદેહને બહાર કાઢ્યા હતાં. આ અકસ્માતના પગલે એક કલાક જેટલો રેલ વ્યવહાર ખોરવાયો હતો.