રાજકોટના ગોંડલમાં પોલીસે દોઢ કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો - રાજકોટના ગોંડલ
રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં વોરા કોટડા રોડ પર પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર ચુડાસમા, DYSP મહર્ષિ રાવલ, PI રામાનુજ, PSI ઝાલા, તાલુકા PSI અજયસિંહ જાડેજા, સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વોરકોટડા રોડ પર ખરાબાની જગ્યામાં ગોંડલ શહેર અને તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ ના 113 ગુન્હાઓ નોંધી 44292 વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. 1,45,49,272 /- ના દારૂ ના જથ્થા પર રોડ રોલર અને જે.સી.બી. ફેરવી ને દારૂ નો નાશ કર્યા બાદ દારૂ ના બોક્સ ને સળગાવવામાં આવ્યા હતા.