ગોંડલ નેશનલ હાઇવે પર રેસ્ટોરન્ટ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
રાજકોટ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ કહેર વરસાવી રહ્યો છે, ત્યારે લારી ગલ્લા સહિતના તમામ ખાણીપીણીના ધંધા રોજગાર બંધ થયા છે. સર્કલ ઓફિસર એમ આર જોશી, નગરપાલિકા ચીફ ઓફિસર એચ કે પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર કે એન રામાનુજન સહિતનાઓએ દરોડો પાડ્યા હતા. ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી ઉમવાળા ચોકડી પાસે ખોડલ દીપ રેસ્ટોરન્ટ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. જાહેરનામાનો ભંગ થતા હોટલ માલિક જયેશ મનસુખભાઈ વેકરીયા વિરૂદ્ધ આઈપીસીની કલમ 188 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.