ગોંડલ નગરપાલિકાએ તીન બત્તી ચોકમાં ત્રણ દુકાનોને સીલ કર્યા
રાજકોટ : ગોંડલના વેરી દરવાજા પાસે નગરપાલિકાની માલિકીની ચુનીલાલ કાંતિલાલ મહેતા એન્ડ કંપનીના નામે ત્રણ દુકાન આવેલી હતી. જેમાં ભાઇઓ વચ્ચે મતભેદ થતા જયંતીલાલ કાંતિલાલ મહેતા દ્વારા નગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, આ નગરપાલિકાની માલિકીની દુકાન તેના ભાઈઓએ ભાડે આપી છે. નગરપાલિકાના નિયમ પ્રમાણે કોઈ પણ નગરપાલિકાનો ભાડુઆત અન્યને ભાડે આપી ન શકે અને નગરપાલિકાના રોજ કામમાં પણ ભાડુઆત દ્વારા અન્ય ભાડુઆતોને દુકાન ભાડે આપવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા ત્રણે દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર એચ. કે. પટેલ, અશોકસિંહ ડી.ઝાલા, હરેશભાઇ બોરીસાગર હાજર હતા.