ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો, 75 દરવાજા ખોલાયા

By

Published : Jun 30, 2020, 7:27 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થવા પામ્યો હતો. છેલ્લા 2 દિવસથી ગોંડલમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. સાથે-સાથે ગોંડલના ધારાસભ્ય સહિતનાઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ નર્મદા નીર વેરી તળાવમાં ઠાલવવામાં આવ્યા છે. સૌની યોજનાની લિંક -3 અંતર્ગત ગોંડલ શહેરને પૂરું પાડતું વેરી તળાવમાં નર્મદા નીર ઠાલવતા ઓવર ફ્લો થયો છે. ઓવર ફ્લો થતા વેરિ તળાવના 75 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સૌની યોજના લિંક-3 હેઠળ વેરી તળાવ અને આશાપુરા ડેમ ઓવરફ્લો થયો છે.

ABOUT THE AUTHOR

...view details