ગોંડલમાં છેલ્લા 4 વર્ષથી બનાવામાં આવે છે માટીના ગણેશ - રાજકોટ ન્યુઝ
રાજકોટ: જિલ્લાના ગોંડલમાં રૈયાણી નગરમાં છેલ્લા ચાર વર્ષથી માટીના ગણપતિની મૂર્તિ બનાવીને સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના ગણપતિ બનાવીને સ્થાપના કરવામાં આવી હતી. માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજી બેસાડવા અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે માટીના ગણપતિ બનાવીને સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે માટીમાંથી હાર્મોનિયમ વગાડતાં ગોલ્ડન ગણેશજી, મુશક પર સવારી કરતા ગણેશજી, શિવ અભિષેક કરતા ગણેશજી, સિદ્ધિ વિનાયક ગણેશજી, લાલ બાગ ચા રાજા જેવી અલગ અલગ માટીની મૂર્તિ બનાવામાં આવે છે.