ગોંડલમાં 'યુધ્ધ એજ કલ્યાણ' ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે મહારેલી યોજાઇ - સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ
રાજકોટ: ગોંડલના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ નિખિલભાઈ દોંગાના નેતૃત્વમાં કોલેજ ચોક સગ્રામજી હાઈસ્કૂલ ખાતેથી ઘોડા, બગી, વિવિધ ફ્લોટ્સ, વિશાળ સંખ્યામાં કાર, બાઈક અને મહિલાઓ સાથે નિકળેલ રેલીનું પ્રસ્થાન ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહજીના હસ્તે મહારાજા સર ભગવતસિંહજીની પ્રતિમાને ફૂલ હાર કરીને કરવામાં આવ્યું હતું.