ગોધરાના વેપારીઓ સરકાર સામે જંગે ચડવા તૈયાર - લોકડાઉન
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણને વધતું અટકાવવા માટે કરવામાં આવેલા અઘોષિત લોકડાઉનની સમયમર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 36 શહેરમાં લગાવવામાં આવેલા નિયંત્રણોમાં ગોધરા શહેરમાં પણ નિયંત્રણો કરવામાં આવ્યાં છે. ત્યારે ગોધરાના વેપારીઓ સરકાર પાસે આવતીકાલથી બજારો ખોલવાની અથવા તો છૂટછાટ આપવાની માગ કરી રહ્યાં છે, વેપારીઓ એ પણ માગ કરી રહ્યાં છે કે છેલ્લાં 1 માસથી વેપારધંધા બંધ હોવાને લઈને ખૂબ જ મોટું આર્થિક નુકસાન હાલ થવા પામ્યું છે. ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે અથવા તો બજારો ખોલવાની સંમતિ આપવામાં આવે