ગોધરા રેલવે મજદુર સંઘ દ્વારા વિવિધ માગણીઓને લઈને કાર્યક્રમ યોજાયો - Panchmahal news
પંચમહાલ: રેલવે દ્વારા હાલ ખાનગી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, જેનો રેલવે કર્મચારીઓ દ્વારા ચોમેરથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગોધરા શહેર ખાતે આવેલા રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા ડિવિઝનની ગોધરા શાખા દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના NPS રદ કરવો, રેલવે કોલોનીનું વેચાણ બંધ, ખાનગી ટ્રેન ચાલુ ન કરવી, પ્રિન્ટિંગ પ્રેસ અને વર્કશોપ બંધ ન કરવા તેમજ રેલવેમાં આઉટસોર્સિંગ બંધ કરવું જેવું વિવિધ માગોને લઈને શનિવારે મોટી સંખ્યામાં ગોધરા રેલવે વિભાગના કર્મચારીઓ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા અને રેલવે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતો.