ગોધરાના લધુ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યુ, જુઓ શું કહ્યું? - લધુ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યુ
ગોધરા: પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે GIDC આવેલી છે, જ્યા નાના લઘુ ઉદ્યોગો આવેલા છે. બજેટને લઈને અહીંના ઉદ્યોગકારોએની પ્રતિક્રિયા આપી હતી. જેમાં ગોધરા શહેરના લઘુ ઉદ્યોગકારોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમનના બજેટને આવકાર્યુ હતું. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, સરકારનું લઘુ ઉધોગ માટેનું વિઝન છે, પાંચ ટ્રીલીયન ઇકોનોમી તેના માટે પગલા લઈ રહી છે. બધી બાજુ ટેકસ કલેકશન ઓછું કરીને વિસ્તાર વધારવા માંગ છે, નવા ઉદ્યોગો આવે લઘુ ઉદ્યોગોનું ક્ષેત્ર નવું થાય અપગ્રેડ થાય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાને સાબિત કરે તેવું જણાઈ રહ્યું છે. ઉધોગકારોની નજરથી આવતા વર્ષોમાં ખુબ સારી દેશ પ્રગતિ કરે તેમ જણાઈ રહ્યું છે.