પંચમહાલ વાસીઓએ દીપ જલાવી ‘ગો કોરોના’ના નારા લગાવ્યા - વડાપ્રધાન
પંચમહાલ : સમગ્ર વિશ્વને અજગરી ભરડામાં લેનારા કોરાના વાઇરસે જ્યારે ભારતને બાન લીધું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જન સમર્થન માટે આહવાન કરવામાં આવ્યું હતું. તે પહેલા 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ દેશવાસીઓએ આ કોરોનાની સામે જન સમર્થન મળ્યું હતું, ત્યારબાદ દેશમાં 21 દિવસના લોકડાઉનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પણ લોકો દ્વારા સહકાર મળી રહ્યો છે. વધુમાં વડાપ્રધાન દ્વારા રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી ભારત દેશના દરેક નાગરિકે દીપ પ્રાજલીત કરી ભારત દેશને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું .જેમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગામડાઓમાં પણ લોકો એ દીપ, મોબાઇલ લાઈટ અને મીણબત્તી પ્રજ્વલિત કરી જન સમર્થન આપ્યું હતું.